હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?
હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?
ઇલીયાસ મનસુરી
જલાલુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનના પકટીઆ પ્રાંતના પખ્તુન પરિવારનું સંતાન. તે પાકિસ્તાનના નવશેરાના દારુલ ઉલુમ હક્કાનીયા મદ્રેસામાં અભ્યાસ કરાવા ગયો ત્યાંથી આવ્યા બાદ તેનું નામ મૌલવી જલાલુદદીન હક્કાની પડ્યું. જલાલુદ્દીનની પાકિસ્તાનમાં પણ પખ્તુનોમાં સારી એવી લોકપ્રિયતા બની હતી તેનો ઉપયોગ તેના ઉસ્તાદ મૌલાના અબ્દુલ હકે પાકિસ્તાનની ચુંટણીઓ વખતે કરેલ. હક્કાનીએ એક સમયે નોર્થ-વઝીરીસ્તાનમાં દુકાન પણ બનાવેલી , અને પાછળથી એક મદ્રાસો પણ ખોલેલ.
જલાલુદ્દીન હક્કાની 1970ના દાયકાથી અફઘાનિસ્તાન સરકાર સામે બહારવટીએ ચડેલ. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સાથે ચાલતી પ્રોક્ષી વોરનું તે એક પ્યાદું બન્યો. જલાલુદ્દીન અરબી ભાષા પર સારી પકડ ધરાવતો હતો અને એના લગ્ન પણ એક આરબ કન્યા સાથે થયેલ એટલે આરબ શેખો સાથે પણ સારો ઘરોબો હતો. તેનો ઉપયોગ કરી એને ફંડ મેળવી પોતાનું એક આગવું નેટવર્ક ઊભુ કર્યુ. પાછળથી અમેરીકાને પણ સોવિયત સામે લડવા આવા ગેરીલાઓની જરુર હતી. જલાલુદ્દીન હક્કાની બાહોશ યોધ્ધા અને રણનિતીકાર હતો. અમેરીકાએ પણ નાણાં અને શસ્ત્રો ઠાલવ્યાં. હક્કાનીના ટ્રેનિગ કેમ્પ ચાલવા લાગ્યા. પાકિસ્તાન આર્મીની સીધી મદદ મળવા લાગી. તેના કેમ્પ પર અમેરીકન કોન્ગ્રેસમેન ચાર્લી વિલ્શન પણ મુલાકાત લઈ આવેલા છે. કેટલાક અમેરીકન કોન્ગ્રેસમેને એને 'goodness personified' જેવા શબ્દોથી નવાજેલો. અમેરીકન પ્રમુખ રેગને એને 'સ્વાતંત્ર્ય સેનાની' તરીકે ઓળખાવેલ. તે CIA માટે મોટી asset સમાન હતો. હક્કાની અને પાકિસ્તાન આર્મીની ગાઢ સંબંધો વિશે Afghanistan: The Bear Trap પુસ્તક માં બ્રિગેડિયર યુસુફે વિગતે નોધ્યું છે. જલાલુદ્દીન હક્કાનીએ ફીદાઈન હુમલાની તાલીમ અને તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં સૌ પ્રથમ કર્યો. તેનો દિકરો સીરાજુદ્દીન હક્કાની ટ્રેનિંગ કેમ્પ સંચાલનમાં પાવરધો છે. હકકાનીઓ લગભગ 1995થી તાલિબાન સાથે જોડાઈ પોતાનું નેટવર્ક ચલાવે છે.
(સોવિયત સામેની લડાઈ વખતે આરબ લડાકુ પણ સામેલ થયા હતા તેનું નેતૃત્વ ઓસામા બીન લાદેન અને અબ્દુલાહ આઝમ કરતા હતા.જેમને પાછળથી અલ-કાયદા સંગઠન બનાવ્યું. )
પ્રથમ તાલિબાન સરકારમાં જલાલુદ્દીન હક્કાની મંત્રી હતો. હક્કાની નેટવર્ક , મુલ્લા ઉંમરનું તાલિબાન અને ઓસામા સંચાલિત અલકાયદા 9/11 પછી અમેરીકન સરકારના ટાર્ગેટ બને છે. (અમેરીકા અને આ સમુહો કેવીરીતે દુશ્મન બન્યા તે અલગ વિષય છે, ફીર કભી) પાકિસ્તાનમાં અમેરીકાના ડ્રોન હુમલામાં હક્કાની નેટવર્કના અનેક નેતા મરાયા હતા એમાં જલાલુદ્દીન હક્કાનીના દિકરા બદરુદ્દીન હક્કાની પણ હતા. બીજા દિકરાઓ નશીરુદ્દીન હક્કાની અને મોહમ્મદ હક્કાની અલગ અલગ સમયે અમેરીકન હુમલામાં માર્યા ગયા. નશીરુદ્દીન મોટેભાગે ફંડ રેઈઝીંગની જવાબદારી સંભાળતો હતો. દોહામાં હક્કાની નેટવર્કની ઓફીસ પણ એને જ ખોલી હતી. ઈસ્લામાબાદમાં એક બેકરી આગળ થયેલ આડેધડ મરાયો હતો. પાકિસ્તાનને તેની ઓળખ છુપાવી તેની લાશ વઝીરીસ્તાન રવાના કરી હતી.મોટો દિકરો સિરાજુદ્દીન હક્કાની અત્યારે હ્ક્કાની નેટવર્કનો લીડર છે, છેલ્લા કેટલાય વર્ષોથી એને જાહેરમાં દેખા નથી દીધી. અમેરીકાએ તેને શોધવા ઘણી મહેનત કરી હતી. તેના પર ઈનામ પણ હતું. જલાલુદ્દીન ની બીજી પત્નીનો દિકરો અનસ હક્કાની અત્યારે તાલિબાન સંગઠનમાં મહત્ત્વની ભુમિકા સંભાળે છે, તે કેટલોક સમય જેલમાં પણ હતો. દોહા ખાતે તાલિબાન અને અમેરીકાની મંત્રણામાં તે હાજર હતો. જલાલુદ્દીનના ભાઈ ખલીલ હક્કાની તાલિબાનોની આગળની પંક્તિના નેતા છે. જેના પર પાંચ મિલીયન ડોલરનું ઈનામ હતું, લોકોએ વર્ષો બાદ ખલીલ હક્કાનીને જાહેરમાં જોયા તે પોતાની પાસે સતત રાયફલ રાખે છે. હમણાં કાબુલમાં ગુલબુદ્દીન હીકમતીયારને મળવા ગયા ત્યારે પણ રાયફલ સાથે જ હતી. એસેમ્બલીમાં નેતાઓની મિટીંગ વખતે પણ રાયફલ હતી તેનો દબદબો જલાલુદ્દીન જેવો છે. જલાલુદ્દીન હક્કાનીના બીજા ભાઈ ઈબ્રાહીમ હક્કાની એક વખતે નાટો સાથે મંત્રણા કરવા ગયા ત્યારે એમને ધરપકડ કરી ખાસ્સા ટોર્ચર કરાયેલ, પછીથી રીલીઝ કરેલ અને હમીદ કરઝાઈ સરકારમાં એક પ્રાંતના ગવર્નર પણ હતા. અનસ હક્કાની, જલાલુદ્દીન હક્કાનીનો દિકરો, ભુ.પુ પ્રમુખ હમીદ કરઝાઈ અને અબ્દુલાહ અબ્દુલાહ સાથે મંત્રણાઓ કરવા નિમાયા છે. જલાલુદ્દીન હક્કાની લગભગ 2018માં લાંબી માંદગી બાદ અફઘાનિસ્તાનમાં મૃત્યું પામ્યા. કેટલાકનું કહેવું છે કે તે પાકિસ્તાનના વઝીરીસ્તાનમાં મૃત્યુ પામ્યા.
સિરાજુદ્દીન તાલિબાન સાથે છે પણ હજુ જાહેરમાં દેખાતો નથી. જલાલુદ્દીન હક્કાની સીવાય બધા હક્કાનીઓને અમેરીકાએ આતંકવાદી જાહેર કર્યા હતા. નવી તાલિબાન સરકારમાં હક્કાની નેટવર્કના નેતાઓનો દબદબો છે.
Comments
Post a Comment