હસનચાચાને ગયે આમતો સત્તર વરસ વીતી ગયા. ઇલીયાસ મનસુરી એ વિજાપુર તાલુકાના દેવડા ગામના વતની. દેવડા આમતો સાવ નાનું ગામ. મુખ્યત્વે પાટીદાર, ઠાકોર અને બારોટ સમાજની વસ્તી, ત્રણ ચાર ઘર મુસ્લીમોના અને દસ-બાર ઘર દલિતોના સીવાય થોડાક ઘર રાવળ સમાજના, વસ્તી માંડ પંદરસો- બે હજારની. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. બારોટોએ તો મોટાભાગે અમદાવાદ અને મુંબઈ વસવાટ કરેલો એટલે એ વખતે માંડ ચાર-પાંચ ઘર હતા. ઠાકોરો મોટાભાગે નાની ખેતીવાળા, કેટલાક તો પાટીદારોના ત્યાં મજુરી જાય અને ઉધેડ જમીન વાવે. બાકીનો સમાજ નાના-મોટા વેપાર કે મજુરી માટે પાટીદારો પર નિર્ભર. ગામ સંપીલું અને વિકાસશીલ. પાણીનો બોર, પાકી સડક અને દસમા ધોરણ સુધીની નિશાળ પણ ખરી. સરસ બસસ્ટેન્ડ અને ચબુતરો પણ ગામની શોભા વધારે. બચુભાઈ બારોટ સરપંચ હતા ત્યારે પણ જ સરકારમાંથી યોજનાઓ મજુર કરાવી અનેક યોજનાઓ ગામમાં લાવેલા, પછીતો ઇન્દીરાનગરની યોજનામાં ગરીબો માટે ઘર બનેલા અને ગામમાં નવી આંગણવાડી પણ શરુ થઇ હતી. હસનચાચા અને તેમના ભાઈઓ દેવડામાં રહે, તેમનો પરિવાર પેઢીઓથી દેવડાવાસી જ. નબીભાઈને એસ.ટીમાં ડ્રાઈવરની નોકરી, અપ-ડાઉન કરે પણ રહે દેવડામાં જ, હાજીભાઇ...