Posts

Showing posts from February, 2018

મોનાલીસાનું હાસ્ય અને રેણુકા ચૌધરીનું અટ્ટહાસ્ય

મોનાલીસાનું હાસ્ય અને રેણુકા ચૌધરીનું અટ્ટહાસ્ય રેણુકા ચૌધરી એક સ્ત્રી છે એમને હસવા પર નિયમન રાખવું જોઈએ. મા-બાપે , પતિએ કે કોન્ગ્રેસે એમને કેવી રીતે હસવું તે શીખવાડ્યું જ નથી. મૃદૃહાસ્ય , સ્મિત , મલકાવવું જેવા હાસ્ય વીશે કાલીદાસે લખ્યાનો આછેરો ખ્યાલ છે પણ   પંડિત દીનદયાલ ઉપાધ્યાય કે ગુરુ ગોલવલકરે આ વીશે પોતાના ગ્રંથોમાં સ્ત્રીઓએ કેવીરીતે હસવું તેનો કોઇ ઉલ્લેખ કર્યો હોય તેવું મારી જાણમાં નથી. ગાંધીજીએ પણ સ્ત્રીએ કેવી રીતે હસવું તે વીશે વીગતે લખ્યું હોય તેવું નારાયણ દેસાઈએ કોઈ જગ્યાએ નોંધ્યું નથી. હા , હમણાં નરેન્દ્રભાઈનું એક પુસ્તક બહાર પડ્યું. છે ખાસ કરીને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે છે “પરીક્ષા યોદ્ધાઓ” (Exam Warriors) - એમાં ' હસતાં હસતાં’   પરીક્ષા કેવીરીતે આપી શકાય તે વિશે વિગતે વાત કરી છે, તેવું માનવ સંસાધન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે. આમતો જશોદાબેન શિક્ષણનો જીવ હતાં, શિક્ષિકા હતાં પણ એ બંનેના ટુંકા સહવાસમાં મોદી સાહેબને વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ થઈ હશે. સામાન્ય રીતે બાળકો પરીક્ષાખંડમાં હસતાં નથી હોતાં પણ કેવીરીતે હસતાં હસતાં પરીક્ષા આપવી તે તો...