હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?
હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે? ઇલીયાસ મનસુરી જલાલુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનના પકટીઆ પ્રાંતના પખ્તુન પરિવારનું સંતાન. તે પાકિસ્તાનના નવશેરાના દારુલ ઉલુમ હક્કાનીયા મદ્રેસામાં અભ્યાસ કરાવા ગયો ત્યાંથી આવ્યા બાદ તેનું નામ મૌલવી જલાલુદદીન હક્કાની પડ્યું. જલાલુદ્દીનની પાકિસ્તાનમાં પણ પખ્તુનોમાં સારી એવી લોકપ્રિયતા બની હતી તેનો ઉપયોગ તેના ઉસ્તાદ મૌલાના અબ્દુલ હકે પાકિસ્તાનની ચુંટણીઓ વખતે કરેલ. હક્કાનીએ એક સમયે નોર્થ-વઝીરીસ્તાનમાં દુકાન પણ બનાવેલી , અને પાછળથી એક મદ્રાસો પણ ખોલેલ. જલાલુદ્દીન હક્કાની 1970ના દાયકાથી અફઘાનિસ્તાન સરકાર સામે બહારવટીએ ચડેલ. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સાથે ચાલતી પ્રોક્ષી વોરનું તે એક પ્યાદું બન્યો. જલાલુદ્દીન અરબી ભાષા પર સારી પકડ ધરાવતો હતો અને એના લગ્ન પણ એક આરબ કન્યા સાથે થયેલ એટલે આરબ શેખો સાથે પણ સારો ઘરોબો હતો. તેનો ઉપયોગ કરી એને ફંડ મેળવી પોતાનું એક આગવું નેટવર્ક ઊભુ કર્યુ. પાછળથી અમેરીકાને પણ સોવિયત સામે લડવા આવા ગેરીલાઓની જરુર હતી. જલાલુદ્દીન હક્કાની બાહોશ યોધ્ધા અને રણનિતીકાર હતો. અમેરીકાએ પણ નાણાં અને શસ્ત્રો ઠાલવ્યાં. હક્કાનીના ટ્રેનિગ કે...