Posts

Showing posts from March, 2019

સાથે રમીએ....સાથે ભણીએ....સાથે કરીએ સારા કામ

સાથે રમીએ....સાથે ભણીએ....સાથે કરીએ સારા કામ ઇલીયાસ મનસુરી ગામ તો મોટું, ઉચ્ચતર માધ્યમિક સુધીની શાળા, દૂધ ડેરી, સિનેમા, માર્કેટયાર્ડ, ચાર સરકારી પ્રાથમિક શાળાઓ તથા એક કન્યા શાળા પણ ખરી. મોટાભાગે દરેક જાતિના લોકો અમારા ગામમાં રહે. પાટીદારો સંખ્યામાં વધુ પણ આધિપત્ય નહિ. ગામની પંચાયતની સામાન્ય બેઠક પર પણ એકવાર દલિત સમાજના સોમભાઈ મકવાણા સરપંચ બનેલા. એ વાત જુદી છે કે તેઓ ટર્મ પુરી નહોતા કરી શક્યા. ગામની પ્રાથમિક શાળાઓમાં દરેક જાતિ-વર્ગના બાળકો અભ્યાસ કરે. ગામના સુખી પરિવારનું બાળક અને સૌથી ગરીબ પરીવારનું બાળક સાથે ભણે-રમે અને કેટલાક અપવાદ બાદ કરતાં સાથે જમે પણ ખરા. એકબીજાના ઘરે પણ નોટ-ચોપડી લેવા જાય. આમ, ગરીબ અને અમીર બાળકો સાથે અભ્યાસ કરતાં. અમારી સાથે અભ્યાસ કરતો દશરથ દંતાણી ભણવામાં હોશિયાર, હું એની સાથે એકથી દસ ધોરણ સુધી ભણ્યો. એનો નંબર વર્ગમાં એકથી ચારમાં તો આવે જ. સોની પરિવારની દીકરી હેમા દરવખતે પ્રથમ આવે, તે દશરથ પાસેથી અવારનવાર નોટ પણ લઇ જાય. દશરથ પાછો ગાવામાં પણ નિપુણ. એનો કંઠ ભજન માટે તો જબરો મધુર લાગે. પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે... એ ભજન તો તે અવારનવાર પ્રાર્થનામા...

એલીનોર ઝેલીયટ (Eleanor Zelliot)

Image
એલીનોર ઝેલીયટ -      ઇલીયાસ મનસુરી એલીનોર ઝેલીયટ, ગુસ્થર સોઇન્થેમર, એન ફેલ્હોસ, ગેઈલ ઓમ્વેત,લી સ્લેલીન્ગર, સ્ટેવર્ટ ગોર્ડોન, ક્રિસ્ટોફર જેફર્લે અને જેમ્સ લેઈન જેવા અનેક વિદેશી વિદ્વાનોએ મહારાષ્ટ્ર, ડૉ. આંબેડકર અને દલિત ચળવળ પર સઘન અભ્યાસ કર્યો છે. અહીં આ લેખમાં એલીનોર ઝેલીયટના આ પ્રકારના અભ્યાસને તપાસવાનો ઉપક્રમ છે. ૧૯૨૬માં અમેરીકાના ડેસ મોઈન્સમાં જન્મેલા એલીનોર ઝેલીયટ બચપણથી જ અભ્યાસ માટે ભારે લગાવ ધરાવતાં હતાં. ૧૯૪૮માં વિલિયમ પેન કૉલેજમાંથી તેમણે બી.એ. કર્યું અને ૧૯૪૯માં બ્રિન માવર કૉલેજમાંથી ઈતિહાસ વિષય સાથે એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૫૨ થી ૧૯૫૫ દરમ્યાન દુનિયાના અનેક દેશોમાં ફર્યા. ૧૯૫૨ તેઓ પ્રથમવાર ભારત આવ્યાં. ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને સમાજની જટીલતા તેમને મોહક લાગ્યાં. ભારત અને ભારતીય સંસ્કૃતિ વિશેના વાંચન દરમિયાન ડૉ. આંબેડકરનું નામ વારંવાર આવવાથી તેઓ સહજ રીતે જ ડૉ.આંબેડકર વિશે વધુ જાણવા પ્રેરાયા. એટલું જ નહિ,૧૯૬૩માં પોતાના પીએચ.ડીના સંશોધન માટે ‘ડૉ.આંબેડકર અને દલિત ચળવળ (મહાર ચળવળ)’ વિષય પસંદ કર્યો અને આ અંગેના અભ્યાસ માટે તેઓ દીર્ઘ કાલપર...