Posts

Showing posts from February, 2021

'મુઝફ્ફરનગર બાકી હૈ ...'

  ' મુઝફ્ફરનગર બાકી હૈ ... ' પ્રિય સૌ , મેં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘણી પોસ્ટ્સ વાંચી છે, જ્યાં લોકો રાકેશ ટીકૈતની બાબતે આશંકાઓ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગનો ગુસ્સો મુઝફ્ફરનગર અને શામલી જિલ્લાઓમાં 2013ની સાંપ્રદાયિક હિંસામાં બીકેયુ (ભારતીય કિસાન યુનિયન)ની બેજવાબદાર ભૂમિકાને ધ્યાનમાં રાખીને   છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં એ પાગલપન(કોમી તોફાનો)ને થયે   સાડા સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ત્યારબાદ લોકોએ બી.કે.યુ. ને વિભાજિત થતું પણ જોયું અને ઘણા નવા જૂથો પણ ઉભરતા જોયા છે. બીકેયુનું એક નોંધપાત્ર વિભાજન એ ગુલામ મોહમ્મદ જૌલાનું   અલગ થવું હતું. ગુલામ મોહમ્મદ જૌલા બીકેયુના સૌથી મોટા મુસ્લિમ નેતા હતા અને બાબા ટિકૈટ (મહેન્દ્ર ટિકૈટ)ના   જમણા હાથ તરીકે જાણીતા હતા. રસપ્રદ વાત એ છે કે , એકવાર 2014 માં અજીતસિંહ અને જયંત ચૌધરીની લોકસભાની ચૂંટણીમાં હાર થયા પછી , આ પ્રદેશમાં ઘણા બુજુર્ગ જાટ ખાસ્સા નિરાશ હતા. તેમાંથી ઘણા લોકો ' હમને ચૌધરી સાહબ કો કૈસે હરા દિયા ' કહી વ્યથા વ્યક્ત કરતા હતા. યુવા પેઢી જે 2013ની હિંસામાં સામેલ થઈ હતી તેન...