Posts

હિજાબ, સમાજ અને ધર્મ

Image
 હિજાબ, સમાજ અને ધર્મ કર્ણાટકમાં કેટલીક ઘટનાઓ બની જેને લીધે રાજયસરકારે કેટલાક દિવસો માટે સ્કુલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ઘટનાઓને  રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિપેક્ષ્યમાં જોઈ શકાય. રાજકીય પ્રોપોગોન્ડા મહત્વનું કારણ છે, પણ અહી સામાજિક-ધાર્મિક બાબતની વાત કરવી છે. ૧. સ્કુલમાં એકસરખો ગણવેશ હોવો જોઈએ તે બાબતે મોટાભાગે સમાજમાં મતભેદ નથી. કેટલાક નાના-મોટા ફેરફારો નિશાળો ચલાવી લેતી હોય છે. દા.ત ૧૯૮૦ના દાયકામાં અમારી નિશાળમાં છોકરીઓ માટે સ્કર્ટ અને બુશર્ટ, અને છોકરાઓ માટે ચડ્ડી અને બુશર્ટ ગણવેશ તરીકે હતો. કેટલીક રૂઢીચુસ્ત પરિવારની કે શરીરે ભારે દીકરીઓ મોટેભાગે સ્કર્ટ નીચે પાયજામો પહેરતી. તો કેટલીક દીકરીઓ છાતી ઢાંકવા ઓઢણું ઓઢતી, એક-બે મુસ્લિમ છોકરીઓ માથે પણ ઓઢતી, તો  પણ સંસ્થાને આ નાના મોટા ફેરફારોથી કોઈ અડચણ ન હતી. પછીના વર્ષોમાં તો પંજાબી ડ્રેસ અને ઓઢાણું સત્તાવાર ગણવેશ તરીકે આવ્યો. વાલી-વિદ્યાર્થીઓ સાથે ગણવેશ અંગેની કોઈ ચર્ચા વગર જ તે ગણવેશ દાખલ થયો, બધાએ સ્વીકાર્યો પણ ખરો, તે સમયે સમાજમાં પંજાબી ડ્રેસ આજની માફક ચલણમાં ન હતો છતાં મર્યાદા જળવાય તેવો ગણવેશ હતો તેમ સૌને લાગતું. સ્કર્

હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?

Image
  હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે? ઇલીયાસ મનસુરી જલાલુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનના પકટીઆ પ્રાંતના પખ્તુન પરિવારનું સંતાન. તે પાકિસ્તાનના નવશેરાના દારુલ ઉલુમ હક્કાનીયા મદ્રેસામાં અભ્યાસ કરાવા ગયો ત્યાંથી આવ્યા બાદ તેનું નામ મૌલવી જલાલુદદીન હક્કાની પડ્યું. જલાલુદ્દીનની પાકિસ્તાનમાં પણ પખ્તુનોમાં સારી એવી લોકપ્રિયતા બની હતી તેનો ઉપયોગ તેના ઉસ્તાદ મૌલાના અબ્દુલ હકે પાકિસ્તાનની ચુંટણીઓ વખતે કરેલ. હક્કાનીએ એક સમયે નોર્થ-વઝીરીસ્તાનમાં દુકાન પણ બનાવેલી , અને પાછળથી એક મદ્રાસો પણ ખોલેલ. જલાલુદ્દીન હક્કાની 1970ના દાયકાથી અફઘાનિસ્તાન સરકાર સામે બહારવટીએ ચડેલ. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સાથે ચાલતી પ્રોક્ષી વોરનું તે એક પ્યાદું બન્યો. જલાલુદ્દીન અરબી ભાષા પર સારી પકડ ધરાવતો હતો અને એના લગ્ન પણ એક આરબ કન્યા સાથે થયેલ એટલે આરબ શેખો સાથે પણ સારો ઘરોબો હતો. તેનો ઉપયોગ કરી એને ફંડ મેળવી પોતાનું એક આગવું નેટવર્ક ઊભુ કર્યુ. પાછળથી અમેરીકાને પણ સોવિયત સામે લડવા આવા ગેરીલાઓની જરુર હતી. જલાલુદ્દીન હક્કાની બાહોશ યોધ્ધા અને રણનિતીકાર હતો. અમેરીકાએ પણ નાણાં અને શસ્ત્રો ઠાલવ્યાં. હક્કાનીના ટ્રેનિગ કેમ્પ

મારા હિન્દુ ધર્મી સબંધીઓ અને મારો પરિવાર....

Image
  મારા હિન્દુ ધર્મી સબંધીઓ અને મારો પરિવાર.... ઇલીયાસ મનસુરી જીવનના ૩૨ વર્ષ સુધી હિન્દુ બહુમત મહોલ્લામાં રહેવાનું થયું. મિત્રો, પડોશીઓ, સહકર્મીઓ, ગુરુઓ અને વિદ્યાર્થીઓ બહુધા હિન્દુ રહ્યા છે. હિન્દુ જીવન પધ્ધતિને નજદીકથી નિહાળવાનું બન્યું છે. ભારતીય જીવન પધ્ધતિને હિન્દુ જીવન પધ્ધતિથી અલગ કરી શકાય તેમ નથી. મારા દીકરાનો જન્મ હિન્દુ કુટુંબના ત્યાં થયો. પત્ની ઇસ્લામ ધર્મ પાળનાર, પણ બાળકના જન્મ પ્રસંગે રાજકોટના બ્રાહ્મણ પરિવારને ત્યાં રોકાયા હતા. મિત્ર દિપાલી રાજ્યગુરુએ અને તેમના પરિવારે મારી પત્ની ખાતુનને દીકરાના પ્રસવ વેળાએ સેવા કરેલી. તુલાબેનના મમ્મી ઈન્દુબેને ખાતુનની વિશેષ કાળજી રાખી હતી. ઇન્દુબેનને અમે દીદી કહીએ. તુલા-સંજય વિશ્વગ્રામના કર્તાહર્તા.તેમનો સાથ પણ અનેરો.  ખાસ કરીને દિપાલીના દાદી અને મમ્મી, ભાનુબેને ખાતુનની ખુબજ કાળજી લીધી હતી. આમ, અમારો મુસ્લિમ પરિવાર એક હિન્દુ પરિવાર સાથે પારિવારિક રીતે જોડાયો હતો. દીકરા માહીનની છઠ્ઠીની વિધિપણ હિન્દુ ધર્મ પ્રમાણે જ થઇ. પછી તો મારી પત્ની ખાતુનને દિપાલીના મમ્મી ભાનુંમાસી દીકરીની જેમ જ રાખવા લાગ્યા. માહીનને પણ મામા-માસી અને નાનીના લાડ મળવ

ગુલબુદ્દીન હિકમત્યાર- અફઘાન વોરલોર્ડ

Image
                                                    ગુલબુદ્દીન હિકમત્યાર પેશાવરમાં ૧૯૮૭(જમણે) ગુલબુદ્દીન હિકમત્યાર-  ગુલબુદ્દીન હિકમત્યાર એહમદ શાહ મસુદ સાથે (૧૯૯૨) ગુલબુદ્દીન હિકમત્યાર-    1980 ના દાયકામાં સોવિયેત આક્રમણ સામે અફઘાન જેહાદમાં મુખ્ય વ્યક્તિ ગુલબુદ્દીન હિકમત્યાર, ઉત્તરીય કુન્દુઝ પ્રાંતના ઇમામ સાહેબ જિલ્લામાં 1948 માં જન્મેલા. હિકમત્યારને બે પત્નીઓ (બંને અફઘાન) , છ પુત્રીઓ અને ત્રણ પુત્રો છે. હેકમત્યારના જમાઈ હમાયોન જરીરના જણાવ્યા અનુસાર , તેની એક પત્ની ઈરાનમાં રહે છે. 1968 માં કુન્દુઝની શેરખાન હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા પછી , હિકમત્યાર કાબુલની માહતાબ કાલા લશ્કરી શાળામાં જોડાયા. તેની રાજકીય પ્રવૃત્તિઓને કારણે , જોકે , તેને બે વર્ષ પછી શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે દરી (ફારસી) , પશ્તો , અંગ્રેજી , ઉર્દૂ અને અરબી બોલે છે. 1970 થી 1972 સુધી , ગુલબુદ્દીન હિકમતયાર કાબુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ વિભાગમાં હાજરી આપી , પરંતુ ચીન તરફી શોલા-એ-જાવેદન ચળવળમાં એક હત્યામાં ફસાયા બાદ , તેને રાજા ઝહિર શાહની સરકારે જેલમાં ધકેલી દીધો. હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે , ગુલબુદ્દીન હિકમ

'મુઝફ્ફરનગર બાકી હૈ ...'

  ' મુઝફ્ફરનગર બાકી હૈ ... ' પ્રિય સૌ , મેં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘણી પોસ્ટ્સ વાંચી છે, જ્યાં લોકો રાકેશ ટીકૈતની બાબતે આશંકાઓ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગનો ગુસ્સો મુઝફ્ફરનગર અને શામલી જિલ્લાઓમાં 2013ની સાંપ્રદાયિક હિંસામાં બીકેયુ (ભારતીય કિસાન યુનિયન)ની બેજવાબદાર ભૂમિકાને ધ્યાનમાં રાખીને   છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં એ પાગલપન(કોમી તોફાનો)ને થયે   સાડા સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ત્યારબાદ લોકોએ બી.કે.યુ. ને વિભાજિત થતું પણ જોયું અને ઘણા નવા જૂથો પણ ઉભરતા જોયા છે. બીકેયુનું એક નોંધપાત્ર વિભાજન એ ગુલામ મોહમ્મદ જૌલાનું   અલગ થવું હતું. ગુલામ મોહમ્મદ જૌલા બીકેયુના સૌથી મોટા મુસ્લિમ નેતા હતા અને બાબા ટિકૈટ (મહેન્દ્ર ટિકૈટ)ના   જમણા હાથ તરીકે જાણીતા હતા. રસપ્રદ વાત એ છે કે , એકવાર 2014 માં અજીતસિંહ અને જયંત ચૌધરીની લોકસભાની ચૂંટણીમાં હાર થયા પછી , આ પ્રદેશમાં ઘણા બુજુર્ગ જાટ ખાસ્સા નિરાશ હતા. તેમાંથી ઘણા લોકો ' હમને ચૌધરી સાહબ કો કૈસે હરા દિયા ' કહી વ્યથા વ્યક્ત કરતા હતા. યુવા પેઢી જે 2013ની હિંસામાં સામેલ થઈ હતી તેનાથી જૂની
Image
  હસનચાચાને ગયે આમતો સત્તર વરસ વીતી ગયા. ઇલીયાસ મનસુરી એ વિજાપુર તાલુકાના દેવડા ગામના વતની. દેવડા આમતો સાવ નાનું ગામ. મુખ્યત્વે પાટીદાર, ઠાકોર અને બારોટ સમાજની વસ્તી, ત્રણ ચાર ઘર મુસ્લીમોના અને દસ-બાર ઘર દલિતોના સીવાય થોડાક ઘર રાવળ સમાજના, વસ્તી માંડ પંદરસો- બે હજારની. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. બારોટોએ તો મોટાભાગે અમદાવાદ અને મુંબઈ વસવાટ કરેલો એટલે એ વખતે માંડ ચાર-પાંચ ઘર હતા. ઠાકોરો મોટાભાગે નાની ખેતીવાળા, કેટલાક તો પાટીદારોના ત્યાં મજુરી જાય અને ઉધેડ જમીન વાવે. બાકીનો સમાજ નાના-મોટા વેપાર કે મજુરી માટે પાટીદારો પર નિર્ભર. ગામ સંપીલું અને વિકાસશીલ. પાણીનો બોર, પાકી સડક અને દસમા ધોરણ સુધીની નિશાળ પણ ખરી. સરસ બસસ્ટેન્ડ અને ચબુતરો પણ ગામની શોભા વધારે. બચુભાઈ બારોટ સરપંચ હતા ત્યારે પણ જ સરકારમાંથી યોજનાઓ મજુર કરાવી અનેક યોજનાઓ ગામમાં લાવેલા, પછીતો ઇન્દીરાનગરની યોજનામાં ગરીબો માટે ઘર બનેલા અને ગામમાં નવી આંગણવાડી પણ શરુ થઇ હતી. હસનચાચા અને તેમના ભાઈઓ દેવડામાં રહે, તેમનો પરિવાર પેઢીઓથી દેવડાવાસી જ. નબીભાઈને એસ.ટીમાં ડ્રાઈવરની નોકરી, અપ-ડાઉન કરે પણ રહે દેવડામાં જ, હાજીભાઇ તો